વીજળીને ચમકારે મોતીડાં પરોવો

ગંગાસતી
ભજનકાવ્યસામાન્ય
18
વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ ! નહિતર અચાનક અંધારા થાશે જી; જોત રે જોતાંમાં દિવસો વહી જશે પાનબાઇ ! એકવીસ હજાર છસોને કાળ ખાશે જી … વીજળીને ચમકારે જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઇ ! અધૂરિયાને નો કે’વાય જી, ગુપત રસનો આ ખેલ છે અટપટો, આંટી મેલો તો સમજાય જી … વીજળીને ચમકારે મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઇ ! જાણી લીયો જીવ કેરી જાત જી; સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને, બીબે પાડી દઉં બીજી ભાત જી … વીજળીને ચમકારે પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઇ ! તેનો રે દેખાડું તમને દેશજી, ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો, ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી … વીજળીને ચમકારે
ગંગાસતી

યુટ્યુબ ના ભજનો