નવા વર્ષે

પરંપરાગત
ભજન
18
સંદેશ નવલા વર્ષ તણો, જ્યાં અંધારું ત્યાં દીપ બનો! ઘરઘરમાં રંગોળી પૂરો! ઘટઘટમાંથી કાઢો કૂડો! રાગદ્વેષના ફટાકડાને હસતાં હસતાં હણો! …સંદેશ. જગને ઝગમગતું રે કરવા; શુભ સંકલ્પો ઉરમાં ધરવા! સંકલ્પો સાકાર થશે, જો પ્રયાસ અંતરનો ! …સંદેશ. ઝાળાં કાઢું હું અવગુણના ! તોરણ બાંધું હું સદ્દગુણના ! ઉરઆંગણ શણગારું, રંગ પૂરીને રામ તણો! …સંદેશ. શ્રી ને સરસ્વતી પૂજન! રિદ્ધિ સિદ્ધિ કેરું અર્ચન! દૂર કરું હું તિમિર જગતનું ભક્ત બની પ્રભુનો! …સંદેશ. નવા વર્ષે માં નવા સુવિચાર !
પરંપરાગત

યુટ્યુબ ના ભજનો