મુને પ્યારી રે નટવર

પરંપરાગત
ભજનકૃષ્ણ
18
મુને પ્યારી રે નટવર નાવ મૂર્તિ તારી રે, વારી જોઈ જોઈ થાય બહુ ભાવ… મુને ઉર ઉપર અલબેલા રે વાલા પેર્યા ફૂલના હાર, શોભાધામ સદા સુખકારી, સુંદર ધર્મકુમાર… મુને બાંધેલ બાજુ ને ગજરા રે કાજુ, ફૂમકડાની જોડ, લેરખડા તારું રૂપ વિલોકી, લાજે કામ કરોડ… મુને લાવણ્યતા જોઈ શારદા મોહી, મોહ્યા મોટા ભૂપ, પ્રાણજીવન મારા ચિત્તમાં રાખું, નિશદિન તારું રૂપ… મુને ધર્મકુંવર તારું મુખડું જોઈને, લાજે પૂરણ ચંદ, તન ધન તમ પર નાખે વારી, મંજુકેશાનંદ… મુને
પરંપરાગત

યુટ્યુબ ના ભજનો