મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા

મીરાબાઈ
ભજનભક્તિકૃષ્ણ
18
મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું મન મારું રહ્યું ન્યારું રે, મોહન પ્યારા … મુખડાની માયા સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું તેને તુચ્છ કરી દેવું રે, મોહન પ્યારા … મુખડાની માયા સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું, તેને તો શીદ યાચું રે, મોહન પ્યારા … મુખડાની માયા પરણું તો પ્રિતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, રાંડવાનો નાવે વારો, મોહન પ્યારા … મુખડાની માયા મીરાંબાઈ બલિહારિ, આશા મને એક તારી સંસારથી રહી ન્યારી રે, મોહન પ્યારા … મુખડાની માયા
મીરાબાઈ

યુટ્યુબ ના ભજનો