જય આદ્યાશક્તિ

પરંપરાગત
આરતીદેવી
18
જય આદ્યશક્તિ મા જય આદ્યા શક્તિ અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પડવે પ્રગટ્યા મા ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું મા, શિવશક્તિ જાણું બ્રહ્મા ગણપતિ ગાએ, બ્રહ્મા ગણપતિ ગાએ, હર ગાએ હર મા ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે તૃતીયા ત્રણ સ્વરુપ, ત્રિભુવનમાં બેઠાં, મા ત્રિભુવનમાં બેઠાં ત્રયા થકી તરવેણી, ત્રયા થકી તરવેણી, તું તરવેણી મા ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે ચોથે ચતુરા મહાલક્ષ્મી, મા સચરાચર વ્યાપ્યા, મા સચરાચર વ્યાપ્યા ચાર ભુજા ચૌ દિશા, ચાર ભુજા ચૌ દિશા, પ્રગટ્યા દક્ષિણમાં ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી ગુણ પદ્મા પંચ સહસ્ર ત્યાં સોહીએ, પંચ સહસ્ર ત્યાં સોહીએ, પંચે તત્વો મા ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિસાસુર માર્યો નર-નારીના રુપે, નર-નારીના રૂપે, વ્યાપ્યા સઘળે મા ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી, મા સંધ્યા સાવિત્રી ગૌ ગંગા ગાયત્રી, ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગિરિજા મા ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે અષ્ટમી અષ્ટ ભુજા, આઇ આનંદા, મા આઇ આનંદા સુનીવર મુનીવર જન્મ્યા, સુનીવર મુનીવર જન્મ્યા, દેવ દૈત્યો મા ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા, મા સેવે નવદુર્ગા નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધાં હરબ્રહ્મા ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે દશમી દશ અવતાર, જય વિજયા દશમી, મા જય વિજયા દશમી રામે રામ રમાડ્યા, રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે એકાદશી અગીયારસ, કાત્યાયની કામા, મા કાત્યાયની કામા કામ દુર્ગા કાલિકા, કામ દુર્ગા કાલિકા, શ્યામા ને રામા ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે બારસે બાળા રૂપ, બહુચરી અંબામા, મા બહુચરી અંબામા બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજમા ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે તેરસે તુળજારૂપ, તું તારુણી માતા, મા તારુણી માતા બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, ગુણ તારા ગાતાં ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડા, મા ચંડી ચામુંડા ભાવ ભક્તિ કાંઇ આપો, ચતુરાઇ કાંઇ આપો, સિંહ-વાહની મા ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે પુનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા, મા સાંભળજો કરુણા વશિષ્ટદેવે વખાણ્યા, માર્કંડમુનિએ વખાણ્યા, મા ગાઇ શુભ કવિતા ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે સંવત સોળ સતાવન, સોળશે બાવીસમા, મા સોળશે બાવીસમા સંવત સોળે પ્રકટ્યા, સંવત સોળે પ્રકટ્યા, રેવાને તીરે, મા ગંગાને તીરે ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે ત્રંબાવટી નગરી, આઇ રૂપાવટી નગરી, મા મંછાવટી નગરી સોળ સહસ્ર ત્યાં સોહીએ, સોળ સહસ્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે એકમે એક સ્વરૂપ, અંતર નવ ધરશો, મા અંતર નવ ધરશો ભોળા ભવાનીને ભજતાં, ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે ભાવ ના જાણું ભક્તિ ના જાણું, ના જાણુ સેવા, મા ના જાણુ સેવા વલ્લભ ભટ્ટને રાખ્યા, વલ્લભ ભટ્ટને રાખ્યા, શરણે સુખ દેવા ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે શિવશક્તિની આરતી, જે કોઇ ગાશે, મા જે ભાવે ગાશે ભણે શિવાનંદ સ્વામી, ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપતિ થાશે, હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે મા નો મંડપ લાલ ગુલાલ શોભા બહુ સારી … મા શોભા બહુ સારી, અબીલ ઉડે આનંદે, ગુલાલ ઉડે આનંદે, જય બહુચર વાળી ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે મા ની ચુંદડી લાલ ગુલાલ શોભા બહુ સારી, મા શોભા બહુ સારી, આંગણ કુક્ડ નાચે, આંગણ કુંકડ બોલે, જય બહુચર વાળી ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
પરંપરાગત

યુટ્યુબ ના ભજનો