હે જગજનની

પરંપરાગત
ભજન
18
હે જગ જનની હે જગ દંબા માત ભવાની શરણે લેજે … (૨) આદ્યશક્તિ માં આદિ અનાદી અરજી મારી ઉરમાં ધરજે … હે જગ જનની કોઈના તીર નું નિશાન બનીને દિલ મારું તું વીંધાવા દેજે … હે જગ જનની ઘા સહી લઉં ઘા કરુ નહી કોઈને એવી અંબા શક્તિ દેજે … હે જગ જનની હોઈ ભલે દુઃખ મેરુ સરીખા રંજ એનો ના થાવા દેજે … હે જગ જનની રાજ સરીખું દુઃખ જોઈ બીજાનું રોવાના બે આંસુ દેજે … હે જગ જનની આત્મા કોઈનો આનંદ પામે તો ભલે સંતાપી લે મુજ આતમને … હે જગ જનની આનંદ એનો અખંડ રહેજો કંટક દે મને એને પુષ્પો દેજે … હે જગ જનની ધૂપ બનું હું સુગંધ તું લેજે રાખ બની મને ઉડી જાવા દેજે … હે જગ જનની બળું ભલે હું બાળ નહિ કોઈને જીવન મારું સુગંધિત કરજે … હે જગ જનની અમૃત મળે કે ના મળે મુજને આશિષ અમૃત તું તે દે જે … હે જગ જનની ઝેર જીવન ના પી હું જાણું પચાવવા ની તું માં શક્તિ દેજે … હે જગ જનની શક્તિ દે માં ભક્તિ દે માં આ દુનીયા ના દુઃખ સહેવા દેજે … હે જગ જનની
પરંપરાગત

યુટ્યુબ ના ભજનો