હાલ ને મોગલ બોલ ને મોગલ

પરંપરાગત
ભજન
18
હાલ ને મોગલ બોલ ને મોગલ, હાલને મોગલ બોલને મોગલ, બાળ બોલાવે તોળાં બાઇ… હાલ વરુડી માં, બોલ વરુડી માં, બાળ બોલાવે તોળાં બાઈ… તરવેળાની થઈ તૈયારી, માથે ધરને મછરાળી… માથે ધર લોઢાંના દાંતવાળી…! હાલ વરુડી માં… માંડલિકે મર્યાદા મુકી, મોણીંયા માથે મીટ માંડી… ભુપતીને ભિખારી કિધો, ઝાઝી ખમ્માં નાગલ આઈ… હાલ વરુડી માં… સરધારે માં સિંહણ રે બનીને, બાકર માર્યો તે બાઈ… ભરી રે બજારે ઊભો ચીર્યો. ઝાઝી ખમ્માં જીવણી આઈ… હાલ વરુડી માં… તિથલ તુને આઈ પુકારે, આવજે રાજલ ઊદાની. એની જેવી લાજ તે રાખી… ઝાઝી ખમ્માં રાજલ આઈ… હાલ વરુડી માં… ખખડી ગાગળ વળી તું પાછી, જોઈલે જેતી લાખાની, મહીડો મારી રાજ ઉથાપ્યા, ઝાઝી ખમ્માં જેતલ આઈ… હાલ વરુડી માં… સિંધમાં જે"દી સુમરે રોકી, જાહલ ધીરી આહીરની. નવઘણની તે લાજુ રાખી… ઝાઝી ખમ્માં વરુડી આઈ… હાલ વરુડી માં… ચારણ તારણ કારણ જન્મી , મઢડે તું મહામાઈ… કે "દાન તારા ગુણને ગાતા, ઝાઝી ખમ્માં સોનલ આઈ… હાલ વરુડીમાં બોલ વરુડી માં… હાલ ને મોગલ બોલ ને મોગલ
પરંપરાગત

યુટ્યુબ ના ભજનો