એક અરજી અમારી સુનજો બાબાજી…
રાખો તમારા શરણમાં,
રંગ ભક્તિનો મનમાં ભરી દો,
દૂર નફરતને ઇર્ષ્યાે કરી દો,
પ્રેમ નમ્રતા સૌમાં ભરી દો બાબાજી…
રાખો તમારા શરણમાં,
આખો સંસાર સ્વમર્ગ કરી દો,
સૌની ઝોળી સુખોથી ભરી દો,
દાન શ્રધ્ધા ભક્તિનું દઇ દો બાબાજી…
રાખો તમારા શરણમાં,
દાસ દત્તું ની છે આ અરજી,
માનો ના માનો તમારી મરજી,
છે એક જ સહારો તમારો બાબાજી…
રાખો તમારા શરણમાં.
હીરાભાઈ પટેલ🍁શકુંતલાબેન પટેલ🌸એક અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામ મા🌻🙏🌴
