ચૌદ ભુવન ને ચીતરનારો

પરંપરાગત
ભજન
18
ચૌદ ભુવન ને ચીતરનારો ચૌદ ભુવનને ચીતરનારો, ચૌદ લોકને ચીતરનારો, ચીતરા અનેક ચિતારો છોગાળો. ક્યાંથી આવ્યો ધુતારો ? ધુતારો. (2) સુરજ નો’તા ચંદ્ર નો’તા (2) નો’તા આભના ઠેકાણા છોગાળો (2) ક્યાંથી આવ્યો ધુતારો ? ધુતારો. (2) ચૌદ ભુવનને ચીતરનારો, ચૌદ લોકને ચીતરનારો, ચીતરા અનેક ચિતારો છોગાળો. ક્યાંથી આવ્યો ધુતારો ? ધુતારો. (2) પૃથ્વી નો’તી પાતાળ નો’તા (2) નો’તા ઉજાસ કે અંધારા છોગાળો (2) ક્યાંથી આવ્યો ધુતારો ? ધુતારો. (2) ચૌદ ભુવનને ચીતરનારો, ચૌદ લોકને ચીતરનારો, ચીતરા અનેક ચિતારો છોગાળો. ક્યાંથી આવ્યો ધુતારો ? ધુતારો. (2) માતા નો’તી પિતા નો’તા નો’તા આપણા ઠેકાણા છોગાળો (2) ક્યાંથી આવ્યો ધુતારો ? ધુતારો. (2) ચૌદ ભુવનને ચીતરનારો, ચૌદ લોકને ચીતરનારો, ચીતરા અનેક ચિતારો છોગાળો. ક્યાંથી આવ્યો ધુતારો ? ધુતારો. (2)
પરંપરાગત

યુટ્યુબ ના ભજનો