ચક્ષુ બદલાણી ને

ગંગાસતી
ભજનસામાન્ય
18
ચક્ષુ બદલાણી ને સુવાંત વરસી, ને ફળી ગઈ પૂરવની પ્રીત રે. ટળી ગઈ અંતરની આપદા, ને પાળી સાંગોપાંગ રૂડી રીત રે … ચક્ષુ. નાભિકમળમાંથી પવન ઉલટાવ્યો, ને ગયો પશ્ચિમ દિશામાંહ્ય રે, સુસ્તી ચડી ગઈ સૂનમાં, ને ચિત્ત માંહી પુરૂષ ભાળ્યા ત્યાંય રે … ચક્ષુ. અવિગત અલખ અખંડ અવિનાશી રે અવ્યકતા પુરૂષ અવિનાશી રે, બાળીને સુરતા એમાં લય થઈ ગઈ, હવે મટી ગયો જન્મનો ભાસ રે … ચક્ષુ. ઉપદેશ મળી ગયો ને કરાવ્યો પરિપૂરણ અભ્યાસ રે, ગંગા રે સતી એમ બોલિયાં ચક્ષુ બદલાણી ને સુવાત વરસી ગંગાસતી પાનબાઈ
ગંગાસતી

યુટ્યુબ ના ભજનો