આવ્યો માસ વસંત વધામણાં

નરસિંહ મહેતા
ભજનકૃષ્ણ
18
આવ્યો માસ વસંત વધામણાં આવ્યો માસ વસંત વધામણાં, છબીલાજીને કરીએ છાંટણા; વન કેસર ફૂલ્યો અતિ ઘણો, તહાં કોકિલા શબ્દ સોહામણાં; રૂડી અરતના લઇએ ભામણા, આવ્યો માસ વસંત વધામણાં …. ૧ તું તો વહેલી થા ને આજ રે, તારાં સરસે સારાં કાજ રે; તું તો મુક હૈયાની દાઝ રે, આવ્યો માસ વસંત વધામણાં ……… ૨ તું તો નવરંગ ચોળી પહેર રે, પછી આજ થાશે તારો લ્હેર રે; રૂડા હરજી આવ્યા તારે ઘેર રે, આવ્યો માસ વસંત વધામણાં …. ૩ તું તો સજ શણગાર સાહેલડી, લેને અબિલ ગુલાલ ખોલા ભરી; પછી ઓ આવે હસતાં હરિ, આવ્યો માસ વસંત વધામણાં ……… ૪ રૂડી અરતના અંગો અંગ છે, તહાં રમવાનો રૂડો રંગ છે; તહાં છબીલાજીનો સંગ છે, આવ્યો માસ વસંત વધામણાં ……… ૫ તહાં આનંદ સરખો થાય છે, તહાં મોહન મોરલી વાયે છે; તહાં નરસૈંયો ગુણ ગાય છે, આવ્યો માસ વસંત વધામણાં ……… ૬
નરસિંહ મહેતા

યુટ્યુબ ના ભજનો