આજ મારા મંદિરીયા મા મ્હાલે શ્રીનાથજી
જોને સખી કેવા રુમઝુમ ચાલે શ્રીનાથજી
જસોદા ના જાયા ને નંદ ના દુલારાશ્રીનાથ
મંગળાની ઝાંખી કેવી આપે શ્રીનાથજી
જીઝરકશી જામો ધરિ ઉભા શ્રીનાથજી
જગત ના છે સાચે સાચા સુબા શ્રીનાથજી
સ્વરુપ દિઠી મુનીવર ના મન લોબે શ્રીનાથજી
ભાવ ધરિ ભજો તમે બાલ કૃષ્ણ લાલજી
શ્રી વલ્લભ સ્વામી ને અંતરયામી
દેજો અમને વ્રજ મા વાસ શ્રીનાથજી
આજ મારા મંદિરીયા
