તારો જીવનનો સથવારો, સાચો રામ છે રે
દુનિયા બાજીગરનો ખેલ
મનમાં મારું તારું મેલ
તારી કાયામાં રમનારો સાચો રામ છે રે… તારો
તારો જૂઠા જગની આ જંજાળ
તારા માથે ઊભો કાળ
તારી પાછળ પાછળ ફરનારો સાચો રામ છે રે… તારો
જગમાં ચેતીને તું ચાલ
તારી વીતી જાશે કાલ
તારી કાયાનો ઘડનારો સાચો રામ છે રે… તારો
તારું સોંપી દે સુકાન
મન તું શાને કરે છે ગુમાન
તારી કાયાનો રખવાળો રામ છે રે… તારો
ખોટું કરતો ના કંઇ કામ
ભક્તો લઇ લો રામનું નામ
તારી મુક્તિનો દેનારો, સાચો રામ છે રે… તારો