સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ

પરંપરાગત
ભજનભક્તિ
18
સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ ! સૌનું કરો કલ્યાણ. નરનારી પશુપંખીની સાથે, જીવજંતુનું તમામ … દયાળુ પ્રભુ જગના વાસીઓ સૌ સુખ ભોગવે, આનંદ આઠે જામ … દયાળુ પ્રભુ દુનિયામાં દર્દ-દુકાળ પડે નહિ, લડે નહિ કોઇ ગામ … દયાળુ પ્રભુ સર્વ જગે સુખાકારી વધે ને, વળી વધે ધનધાન્ય … દયાળુ પ્રભુ કોઇ કોઇનું બૂરું ન ઇચ્છે, સૌનું ઇચ્છે સૌ સમાન … દયાળુ પ્રભુ પોતપોતાના ધર્મ પ્રમાણે, સર્વ ભજે ભગવાન … દયાળુ પ્રભુ
પરંપરાગત