રામની ભક્તિ કરવી ઘણી કઠિન છે

પરંપરાગત
ભજનરામ
18
રામની ભક્તિ કરવી ઘણી કઠિન છે. રામ લક્ષ્મણ અને ત્રીજા સીતારામ એ ત્રણની ભક્તિ કરવી ઘણી કઠણ છે…રામની ભક્તિ બ્રહ્મા, વિષ્ણુ અને ત્રીજા શંકર દેવ છે એ ત્રણનું જ્ઞાન પચાવવું કઠણ છે…રામની ભક્તિ માતા ને પિતાને ત્રીજા ગુરુદેવ છે. એ ત્રણની આજ્ઞા પાળવી ઘણી કઠણ છે…રામની ભક્તિ સગાં-વહાલાં અને ત્રીજાં પડોશી… એ ત્રણમાં ભળતું રહેવું ઘણું કઠણ છે…રામની ભક્તિ બદ્રી-કેદાર અને ત્રીજા અમરનાથ છે. એ ત્રણની જાત્રા કરવી ઘણી કઠણ છે…રામની ભક્તિ ગંગા, જમુના અને ત્રીજાં સરસ્વતી ત્રિવેણી સંગમમાં નહાવું ઘણું કઠણ છે…રામની ભક્તિ
પરંપરાગત