રામ સભામાં અમે રમવાને ગ્યાં’તા

નરસિંહ મહેતા
ભજનરામ
18
રામ સભામાં અમે રમવાને ગ્યાં’તા પસલી ભરીને રસ પીધો…હરિનો રસ પૂર્ણ પાયો પહેલા પિયાલો મારા સદગુરૂએ પાયો બીજે પિયાલે રંગની રેલ…હરિનો રસ પૂર્ણ પાયો ત્રીજો પિયાલો મારા રોમ રોમ વ્યાપ્યો ચોથે પિયાલે થઇ છું ઘેલી…હરિનો રસ પૂર્ણ પાયો રસ બસ એકરુપ થઈ હરિ સાથે વાત ન સુઝે બીજી મવાટે…હરિનો રસ પૂર્ણ પાયો મોટો જોગેશ્વર જેને સ્વપ્રમાં આવે તે મારા મંદિરમાં મહાલે…હરિનો રસ પૂર્ણ પાયો અખંડ હેવાતાણ મારા સદગુરૂએ દીધા અખંડ સૌભાગી અમને કીધા…હરિનો રસ પૂર્ણ પાયો ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી દાસ પરમ સુખ પામી…હરિનો રસ પૂર્ણ પાયો
નરસિંહ મહેતા