રામ રામ બોલવાની ટેવ તમે પાડજો, અંત-સમય કામ આવે રે !
સહેલું ને સટ એવું રામ તણું નામ છે.
માનવ જીવનમાં એ લેવાનું કામ છે.
મિથ્યા સમય ના ગુમાવો રે !
રામ રામ બોલવાની ટેવ તમે પાડજો, અંત-સમય કામ આવે રે !
મનથી વિચારે કોઇ કોઇનું ના થાયે,
વહાલાં સૌ વેરી બને વિપત્ત વેળાએ.
ડૂબતાને કોઇ ના બચાવે રે !
રામ રામ બોલવાની ટેવ તમે પાડજો, અંત-સમય કામ આવે રે !
સ્વાધ્યાયની ટેવ તારું જીવન સુધારશે
સુકાની થઇને તારી નૈયાને તારશે
ભક્તો તને સાચું સમજાવે રે !
રામ રામ બોલવાની ટેવ તમે પાડજો, અંત-સમય કામ આવે રે !
દાદા તને સાચું સમજાવે રે !
પાંડુરંગ સાચું સમજાવે રે!