રામ ગયા વનવાસ

પરંપરાગત
ભજનરામ
18
રામ ગયા વનવાસ ભરતજી, રામ ગયા વનવાસ સાથે ગયા સીતામાત ભરતજી, રામ ગયા વનવાસ રામ લક્ષ્મણ સીતા વન બિરાજે, અયોધ્યા આખું સુનકાર ભરતજી, રામ ગયા વનવાસ પોપટ વિનાનું પીંજરું સુનું, રામ વિના સુના રાજ ભરતજી, રામ ગયા વનવાસ પુત્ર વિનાના પારણાં સૂનાં, રામ વિના સુનાના ધામ ભરતજી, રામ ગયા વનવાસ માતા કૈકેયીની જીભ ન તુટી, રામને દીધો વનવાસ ભરતજી, રામ ગયા વનવાસ કૌશલ્યા કહે ક્યાં મૂકી આવ્યા, કોઇ બતાવો મારો રામ ભરતજી, રામ ગયા વનવાસ
પરંપરાગત