પીઓને પ્રેમરસ વાણી રે

પરંપરાગત
ભજન
18
પીઓને પ્રેમરસ વાણી મારા હરિજન પીઓને પ્રેમરસ વાણી રે ઓ ઓ ઓ જી સાધુડાની વાણી રે સદાય મુખ જાણી સાધુડાની વાણી રે હાં સદાય મુખ જાણી તો બાવો બોલે વેણ પરવેણી મારા હરિજન બાવો બોલે વેણ પરવેણી મારા હરિજન પીઓને પ્રેમરસ વાણી રે ઓ ઓ ઓ જી ગુરૂજીએ હાથ તો શિર પર ધરિયા ઝળહળ જ્યોત દરશાણી રે ઓ ઓ ઓ જી ખૂલ ગયા તાળાં, ભયા રે અજવાળાં વીરા ખૂલ ગયા તાળાં રે હાં એજી ભયા અજવાળાં વીરા હીરલે જ્યોત વધાવી મારા હરિજન હીરલે જ્યોત વધાવી મારા હરિજન પીઓને પ્રેમરસ વાણી રે ઓ ઓ ઓ જી બુંદ થકી નર પૈદા હુવા રે વીરા જલ કેરી જુગતી રચાણી રે ઓ ઓ ઓ જી એક એક નામ શબદનું ન છોડો વીરા એક એક નામ રે હાં, શબદનું ન છોડો વીરા તન-મન-ધન કુરબાની મારા હરિજન તન-મન-ધન કુરબાની મારા હરિજન પીઓને પ્રેમરસ વાણી રે ઓ ઓ ઓ જી તારા મારગડે દિન રે સીધા વીરા સોન ને સુરતા બંધાણી રે ઓ ઓ ઓ જી ઉપજો રે રાગ પરમ કેરી ભગતી ઉપજો રે રાગ હાં કે પરમ કેરી ભગતી તો હરિજન વીરલાએ જાણી મારા હરિજન હરિજન વીરલાએ જાણી મારા હરિજન પીઓને પ્રેમરસ વાણી રે ઓ ઓ ઓ જી ભૂલો રે ભૂલો હરિ ભટકતો ને બોલે ભરમ કેરી વાણી રે ઓ ઓ ઓ જી કહે ભૈરવનાથ ખૂલ ગયા તાળા કહે રે ભૈરવનાથ હાં એ જી ખૂલ ગયા તાળા તો અરસપરસ ઓળખાણી મારા હરિજન અરસપરસ ઓળખાણી મારા હરિજન પીઓને પ્રેમરસ વાણી રે ઓ ઓ ઓ જી રચના: સંત ભૈરવનાથ
પરંપરાગત