મુજ અબળાને મોટી મીરાત

મીરાબાઈ
ભજનકૃષ્ણ
18
મુજ અબળાને મોટી મીરાત બાઈ શામળો ઘરેણું મારું સાચું રે વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી હાર હરિનો મારે હૈયે રે ચિત્તમાળા ચતુરભૂજ ચૂડલો શીદ સોની ઘેર જઈએ રે ઝાંઝરિયાં જગજીવન કેરાં કૃષ્ણજી કલ્લાં ને રાંબી રે વિંછુવા ઘૂઘરા રામ નારાયણના અણવટ અંતરજામી રે પેટી ઘડાવું પુરુષોત્તમ કેરી ત્રિકમ નામનું તાળું રે કૂંચી કરાવું કરુણાનંદ કેરી તેમાં ઘરેણું મારું ઘાલું રે સાસરવાસો સજીને બેઠી હવે નથી કંઈ કાચું રે બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર હરિને ચરણે જાચું રે
મીરાબાઈ