મોરનાં પીછાં વાળો કાનુડો એ… મોરનાં
મુગટ એનો છે રુપાળો… કાનુડો.
કાને કુંડળ અને પહેર્યું પીતાંબર,
ગુંજાતો હાર રઢિયાળો… કાનુડો.
હાથે લાકડી ને ખભે કામળી,
મીઠી મીઠી મોરલી વાળો… કાનુડો.
આહિરના છોકરાની સાથે તે આવતો,
ગાયો ચારે છે ગોવાળો… કાનુડો.
ગોવિંદના નાથના દર્શનિયા કરતા,
આવે છે પ્રેમનો ઉછાળો… કાનુડો.