મોરલી વેરણ થઇ રે કાનુડા તારી

પરંપરાગત
ભજનકૃષ્ણ
18
મોરલી વેરણ થઇ રે કાનુડા તારી મોરલી વેરણ થઇ હવે બાવરી હું બની ગઈ રે કાનુડા તારી મોરલી વેરણ થઇ વૃંદાવન ની કુંજગલી માં ચાલી હું લઇ મહી નંદ નો લાલ મને સામો મળીયો હું તો સર્માઈ ગઈ રે કાનુડા તારી મોરલી વેરણ થઇ વાલો વગાડે મીઠી મીઠી મોરલી શાંભળતા સુધ્ધ ગઈ રે કાનુડા તારી મોરલી વેરણ થઇ સાવરી સુરત મોહિની મુરત ઉપર હું મોહી ગઈ રે દાસ સતારના પ્રીતમની પ્રીત રે હવે દાસી હું બની ગઈ રે કાનુડા તારી મોરલી વેરણ થઇ મોરલી વેરણ થઇ રે કાનુડા તારી મોરલી વેરણ થઇ
પરંપરાગત