મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

નરસિંહ મહેતા
ભજનકૃષ્ણ
18
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી, મારી હૂંડી શામળિયાને હાથ રે, શામળા ગિરધારી. રાણાજીએ કરી વળી મીરાં કેરે કાજ ઝેરના પ્યાલા મોકલ્યા રે, હે વ્હાલો ઝેરના ઝારણહાર, કે વ્હાલો ઝેરના ઝાર ઝારણહાર રે, શામળા ગિરધારી, મારી હૂંડી શામળિયાને હાથ રે, શામળા ગિરધારી, સ્તંભ થકી પ્રભુ પ્રગટિયા, વળી ધર્યું નૃસિંહરુપ પ્રહ્લાદ ઉગાર્યો રે હે વ્હાલે, માર્યો હિરણ્યકંસ ભૂપ. કે વ્હાલે માર્યો હિરણ્ય કંસ ભૂપ રે, શામળા ગિરધારી મારી હૂંડી શામળીયા ને હાથ રે, શામળા ગિરધારી. રહેવા નથી કાંઇ ઝુંપડું, વળી જમવા નથી જુવાર બેટા બેટી વળાવિયાં રે, હે મેં તો વળાવી ઘર કેરી નાર કે મેં તો વળાવી ઘર કેરી નાર રે, શામળા ગિરધારી ગરથ મારું ગોપીચંદન, વળી તુલસી હેમનો હાર સાચું નાણું મારો શામળો રે, મારે દોલતમાં ઝાંઝ પખવાજ. કે મારે દોલતમાં ઝાંઝ પખવાજ રે, શામળા ગિરધારી લોક કરે ઠેકડી રે, નથી શામળશા શેઠ એવું નામ રે, મારી હુંડી શામળિયાને હાથ રે, શામળા ગિરધારી મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી.
નરસિંહ મહેતા