હરિ ! મારે હૃદયે રહેજો, પ્રભુ ! મારી પાસે રહેજો,
જોજો ન્યારા થાતા, રામ ! તે દિનનો વિશ્વાસ છે.
ધના ભગતે ખેતર ખેડ્યું, વેળુ વાવી ઘેર આવ્યાં, રામ !
સંતજનોના પાત્ર પૂર્યાં, ધનનાં ગાડાં આવ્યાં રામ !
જૂનાગઢના ચોકમાં જે દિ’ નાગરે હઠ લીધી, રામ !
નરસૈંયાની હૂંડી લઇને દ્વારકા માંહે દીધી, રામ !
મીરાંબાઇને માથે જે દિ રાણે ખડગ લીધી, રામ !
ઝેરના પ્યાલા અમૃત કરિયા, ત્રીકમ ! ટાણે પધાર્યા, રામ !
ભીલડીનાં એઠાં બોર તમે પ્રેમથી આરોગ્યા, રામ !
ત્રણ ભુવનના નાથ ! તમને મીરાંબાઇએ ગાયા, રામ