મારા ઘટ માં બિરાજતા

પરંપરાગત
ભજનશ્રીનાથજી
18
મારા ઘટ માં બિરાજતા શ્રી નાથજી મારા ઘટ માં બિરાજતા શ્રી નાથજી યમુનાજી શ્રી મહાપ્રભુજી મારું મનડું છે ગોકુલ વનરાવન મારા મન ના આંગણિયા માં તુલસી ના વન મારા પ્રાણ જીવન --------મારા ઘટ માં મારા આતમનાં આંગણે શ્રી મહા મહા પ્રભુજી મારી આંખો વિષે ગિરધારી રે ધારી મારું તન મન -2-ગયું જેને વારી રે વારી મારા શ્યામ મોરારિ ---------મારા ઘટ માં મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વહાલા નિત કરતા શ્રી નાથજી ને કાલારે વાલા મેં તો વલ્લભ પ્રભુજી ના કીધા છે દર્શન મારું મોહી લીધું મન -----મારા ઘટ માં હું તો નિત્ય વિઠ્ઠલવર ની સેવા રે કરું હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું મેં તો ચિતડું --2–શ્રીનાથજી ને ચરણે ધર્યુ જીવન સફ્ળ કર્યું -------મારા ઘટમાં મેં તો ભક્તિ મારગ કેરો સંગ રે સાધ્યો મેં તો પુષ્ટિ મારગ કેરો સંગ રે સાધ્યો મન ઘોળી કીર્તન કેરો રંગ રે લાગ્યો મને લાલ। ની લાલી કેરો રંગ રે લાગ્યો હીરલો હાથ લાગ્યો ------મારા ઘટ માં આવો જીવન માં લહાવો કદી ફરી ના મળે વારે વારે માનવ દેહ ફરી ના મળે ફેરો લખ રે ચોર્યાચી નો મારો રે ફળે મને મોહન મળે ----------મારા ઘટ માં મારી અંત સમય કેરી સુણો રે અરજી લેજો ચરણો માં શ્રીનાથ બાવા દયા રે કરી મને તેડાં રે યમ કેરા કદી ના આવે મારો નાથ તેડાવે -----------મારા ઘટ માં
પરંપરાગત