લીધી વિદાય અંતે સ્વજનોતણી તમે

પરંપરાગત
ભજનભક્તિ
18
લીધી વિદાય અંતે સ્વજનોતણી તમે લીધી વિદાય અંતે સ્વજનોતણી તમે, લીલા બધી વિલોકી સાક્ષી બની અમે. ના શોક ના શિકાયત સંતાપ સ્વલ્પયે ના જોવા મળ્યો તમારા મુખમંડલે ઉરે ના. સંપૂર્ણ મોહમાર્જન અધ્યાત્મનું ઉપાર્જન પામ્યાં પરમ કરીને બંધનતણું વિસર્જન. સર્જન કર્યું નવું શું આનંદમય અલૌકિક, શાશ્વત સુવાસ પ્રગટી પાછી અનંત વૈદિક. વર્ષી શુભાશિષોને શાશ્વત સમાધિ લીધી કલ્યાણપંથ કેડી રમતાં જ શીઘ્ર ચીંધી. મસ્તક તમારા ચરણે સાદર ભલે નમે, દીક્ષા વિદાય કેરી પામી શક્યાં અમે.
પરંપરાગત