લાભ જ લેવો હોય તો

ગંગાસતી
ભજનસામાન્ય
18
લાભ જ લેવો હોય તો બેસોને એકાંતમાં કૂંચી રે બતાવું અપાર રે, એ કૂંચીથી બ્રહ્મનાં તાળાં ઉઘડે ને લાગે ભજનમાં એક તાર રે .... લાભ જ લેવો હોય તો પ્રથમ મુખ્ય ધારણ રાખો ને દશાને રાખો ગંભીર રે, નિયમ બારુ બોલવું નહીં ને ધારણા રાખવી ધીર રે .... લાભ જ લેવો હોય તો આહાર તો સર્વ સત્વગુણી કરવો ને રૂડી પાળવી રીત રે, ગુરૂજીના વચનને મૂકવું નહીં ને રાખવી પરિપૂર્ણ પ્રીત રે ... લાભ જ લેવો હોય તો ખટમાસ એકાંતે આસન જીતવું ત્યારે અર્ધો યોગ થ્યો કહેવાય રે, ગંગા સતી એમ રે બોલિયા પછી અભ્યાસ વધતો જોને જાય રે .... લાભ જ લેવો હોય તો
ગંગાસતી