કુડી રે કાયા
હો માનસરોવર જઈએ,કુડી રે કાયા,માનસરોવર જઈએ.
હંસલો જાણીને વીરા સંગત કરીએરે,ભેળાં બેસીને મોતી ચણીએ રે….
સાધુ સંગાથે વીરા,સાધુ કહેવાયે,
નિત નિત ગંગાજી માં નાહીએ રે…કુડી રે કાયા…
માંહ્યલાએ મનડાને,કેમ તુ ભૂલ્યો વીરા,
દરસન ગુરુજીના કરીએ રે…કુડી રે કાયા….
બાઈ મીરાં કહે પ્રભુ,ગીરીધર નાગર,
ભવસાગર થી તરીએ રે…કુડી રે કાયા….