હૈ…કોના ઘોડા નેકોની વેલ રે, હો માતા મારી (૨)
કોના હાથીડા આવે ઝૂલતા હો જી…
હૈ…આવે છે ચિતોડગઢની જાન રે હો મીરા મારી…(૨)
મેવાડનો રાણો આવે તને પરણવા હો જી…
હે…મુખડા સંભાળજો બોલ રે માતા મારી…(૨)
હે…મેવાડનો રાણો મારો માડી જાયો બંધવો હો જી
હે…લજવ્યા તે કાકાને કુટુંબ રે મીરા મારી…(૨)
હૈ…લજવ્યા છે મામાને મોસાળ, લજવ્યા છે મોભી
તણો બંધવો હોજી…
ઉજળા છે કાકાને કુટુંબ હો માતા મારી…(૨)
ઉજળા છે મામાને મોસાળ, ઉજળો છે.
મોભી તણો બંધાવો હોજી…
હે…પથરો જન્મી હોત પેટે રે મીરા મારી…(૨)
લોકો ધુઅત પર લુગડા હોજી…
હે…હીરલો જન્મી છું હું પેટે રે માતા મારી…(૨)
હીરલેથી હીરલો અજવાળીયો હોજી…
હે…કયાં સંતોએ હાથ ફેરવ્યો હો મીરા મારી…(૨)
કયા ગુરુએ ઉપદેશ આપીઓ હોજી…
હે…સંતોએ માથે હાથ ફેરવ્યો માતા મારી…(૨)
રોહી દાસ ગુરુએ ઉપદેશ આપીયો હોજી…
હે…કોના ઘોડા ને કોની વેલ રે હો માતા મારી…