કાનુડે કવરાવ્યાં

મીરાબાઈ
ભજનકૃષ્ણ
18
કાનુડે કવરાવ્યાં ગોકુળિયામાં કાનુડે કવરાવ્યાં સૂતાં તે બાળ મા૨ે વા’લે જગાડયાં હે રમતાને રોવરાવ્યાં…ગોકુળિયામાં શીકેથી માટ મારે વા’લે ઉતાર્યા હે ખાધાં થોડાને ઢોળ્યાં ઝાઝાં… ગોકુળિયામાં ખીલેથી વાછરું છોડયાં મારે વા’લે હે વણ દોહ્યાને ધવરાવ્યાં…ગોકુળિયામાં મથુરાની વાટે, મારો વાલોજી આવ્યા હે મહીનાં દાણ ઉઘવરાવ્યાં.………… ગોકુળિયામાં બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર કે તમે જીત્યાને અમે હાર્યા… ગોકુળિયામાં હે રંગભેર રાસ રમાડયાં કાનુડે કવરાવ્યાં ગોકુળિયામાં કાનુડે કવરાવ્યાં
મીરાબાઈ