કાળધર્મ ને

પરંપરાગત
ભજન
18
કાળધર્મ ને કાળધર્મ ને સ્વભાવને જીતવો, રાખવો નહિ અંતરમાં ક્રોધ રે સમાનપણેથી સર્વેમાં વર્તવું, ને ટાળી દેવો મનનો વિરોધ રે … કાળધર્મ. નિર્મળ થઈને કામને જીતવો, ને રાખવો અંતરમાં વૈરાગ રે, જગતના વૈભવને મિથ્યા જાણી, ને ટાળી દેવો દુબજાનો ડાઘ રે … કાળધર્મ. આલોક પરલોકની આશા તજવી, ને રાખવું અભ્યાસમાં ધ્યાન રે, તરણા સમાન સહુ સિદ્ધિઓને ગણવી, ને મેલવું અંતરનું માન રે … કાળધર્મ. ગુરુમુખી હોય તેણે એમ જ રહેવું, ને વર્તવું વચનની માંય રે, ગંગા સતી એમ બોલિયાં રે, એને નડે નહિ જગતમાં કાંઈ રે … કાળધર્મ.
પરંપરાગત