જુગતી તમે જાણી લેજો

ગંગાસતી
ભજનસામાન્ય
18
જુગતી તમે જાણી લેજો પાનબાઈ ! મેળવો વચનનો એક તાર, વચન રૂપી દોરમાં સુરતાને બાંધો, ત્યારે મટી જશે જમનો માર – ભાઈ રે ! જુગતી જાણ્યા વિના ભગતી નૈ શોભે. મરજાદ લોપાઈ ભલે જાય. ધરમ અનાદિયો જુગતીથી ખેલો જુગતીથી અલખ તો જણાય…. જુગતી. ભાઈ રે ! જુગતીથી સેજે ગુરુપદ જડે પાનબાઈ ! જુગતીથી તાર જોને બંધાય, જુગતીથી ત્રણ ગુણ નડે નહીં જુગતી જાણે તો પર પોંચી જાય…. જુગતી…. ભાઈ રે ! જુગતી જાણી તેને અટકાવનાર નવ મળે. તે તો હરિ જેવા બની રે સદા, ગંગા રે સતી એમ બોલિયાં રે તને તો નમે જગતમાં બધા… જુગતી….
ગંગાસતી