ઝીલવો જ હોય તો રસ

ગંગાસતી
ભજનસામાન્ય
18
ઝીલવો જ હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ, પછી પસ્તાવો થાશે રે; અગમ અગોચર રસનું નામ છે, એ તો પુરણ અધિકારીને ઠેરાશે ... ઝીલવો જ હોય માન રે મેલ્યા પછી રસ તમને મળશે પાનબાઈ! જુઓને વિચારી તમે મનમાં રે, દૃશ્ય પદારથ નથી રે'વાના પાનબાઈ, સુણો ચિત્ત દઈને વચનમાં રે... ઝીલવો જ હોય. આ તો ગુંજાનો લાડવો પાનબાઈ, અહંભાવ ગયા વિના ન ખવાય રે. કોટિ જનમની મટાડો ઝંખના ત્યારે, જાતિ રે પણું વયું જાય ... ઝીલવો જ હોય. દૃષ્ટિ રાખો ગુપત ચાખો પાનબાઈ, તો તો સહેજે આનંદ વરતાય રે, ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ, આપમાં આપ મળી જાય ... ઝીલવો જ હોય.
ગંગાસતી