હેઠા ઊતરીને પાય લાગ્યા

ગંગાસતી
ભજનસામાન્ય
18
ને ઘણો છે એનો ઉપકાર રે, અમાપક બુદ્ધિ થઈ ગઈ છે મારી, ને લાગ્યો અકર્તા પુરૂષમાં તાર રે … હેઠા. અખંડ અમર અવિનાશી ભાળ્યા, ને વસ્તુ છે અગમ અપાર રે, દયા કરીને મુજને દરસાવ્યા ને અનામ એક નિરધાર રે … હેઠા. સમજીને વાસના સમાઈ ગઈ, ને અનુપમ છે એક રૂપ રે, આતમને ભિન્ન નવ જાણો, ને એ તો છે શુદ્ધ નિરંજન ભુપ રે … હેઠા. સરવેની સાથે મિત્રતા રાખજો, ને નહિ પ્રીત નહિ વેર રે, ગંગા રે સતી પ્રતાપે પાનબાઈ બોલિયાં રે, એવું સમજીને કરવી લે'ર રે … હેઠા.
ગંગાસતી