હે કરુણાના કરનારા

પરંપરાગત
ભજનભક્તિકૃષ્ણ
18
હે કરુણાના કરનારા, તાર કરુણાનો કોઈ પાર નથી, હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મે પાપ કર્યાં છે એવાં, તારી ભૂલ્યો કરવી સેવા, મારી ભૂલોના ભૂલનારા…તારી કરુણાનો૦ હે પરમ કૃપાળુ વહાલા, મેં પીધા વિષના પ્યાલા, મારા જીવન રક્ષણહારા…તારી કરુણાનો૦ હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી, અવળી સવળી કરાનારા…તારી કરુણાનો મને જડતો નથી કિનારો, મારો કયાંથી આવે વારો, મારા સાચા ખેવનહારા…તારી કરુણાનો
પરંપરાગત