એક દિન જાવું હરિના ધામમાં,
ચેતીને ચાલો સંસારમાં…એકદિન
જોજો એ દિવસ ઓચિંતો આવશે,
જો જો ન ભૂલન, બે ભાનમાં…એકદિન૦
એની ખબર કે સંદેશો ન આવશે,
નહિ આવે તાર કે ટપાલમાં..,એકદિન૦
મારા મારા જેને માની રહ્યાં છો,
ત્યાં તો એ નહિ આવે કામમાં…એકંદન૦
ભાથુ ભક્તિનું સાથે લઇ લેજો,
એ નહિ ભૂલતા ભાનમાં…એકદિન૦
ડાકોર વાસીને ભૂલી ન જાઓ,
રાખોને ચિત્ત રણછોડમાં…એકદિન૦