હરિ ૐ ધૂન લગાવ

પરંપરાગત
ભજનભક્તિશિવ
18
હિર ૐ ધૂન મચાવ તારા દેહમંદિરમાં પ્રભુની ધૂન મચાવ તારા જ્ઞાનમંદિરમાં આ કાયાનો ઘડનારો કોઈ કડિયો કામણગારો એની કળા તણો નહીં પાર…તારા અસ્થિ કેરી ઈંટ લગાવી, ચૂનો માંય લગાવ્યો. અસ્તર વિધવિધનાં કીધાં…તારા રાતા રાતા રંગની માંહી, જાજમો પથરાય એની શોભા તણો નહીં પાર…તારા દ્વારે દ્વારે મૂક્યા, એકેય દ્વાર ન ચૂકયા. આસન પોતાનાં પધરાવ્યાં…તારા નાડી તણી તો નોબત વાગ, ઢોલ નગારાં વાગે. મુર્તિ પોતાની પધરાવી…તારા ઘટ ઘટ માંહી મૂર્તિ જોજે, બાહ્ય આંડબર છોડી દેજે…તારા હિર ૐ ધૂન મચાવ તારા દેહમંદિરમાં. એની કળા તણો નહીં પાર…તારા
પરંપરાગત