ગુરુજીના નામની માળા

પરંપરાગત
ભજનગુરુ મહિમાવિષ્ણુ
18
ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં…ગુરુજીના૦ જુઠ્ઠું બોલાય નહિ, ખોટુ લેવાય નહિ, અવળું ચલાય નહિ હો, માળા છે ડોકમાં…ગુરુજીના૦ ક્રોધ કદી થાય નહિ, પરને નિંદાય નહિ, પાપને પોષાય નહી હો, માળા છે ડોકમાં…ગુરુજીના૦ સુખમાં છકાય નહિ, દુ:ખમાં રડાય નહિ, ભક્તિ ભૂલાય નહિ હો, માળા છે ડોકમાં…ગુરુજીના૦ ધનને સંઘરાય નહિ, એકલા ખવાય નહિ, ભેદ રખાય નહિ હો, માળા છે ડોકમાં…ગુરુજીના બોલ્યું બદલાય નહિ, ટેકને તજાય નહિ, બાનું લજવાય નહિ હો, માળા છે ડોકમાં…ગુરુજીના હરિહરાનંદજી કહે, સત્ય ચૂકાય નહિ, નારાયણ વિસરાય નહિ હો, માળા છે ડોકમાં…ગુરુજીના૦
પરંપરાગત