ગોવિંદ ના ગુણ ગાશું

મીરાબાઈ
ભજનકૃષ્ણ
18
ગોવિંદ ના ગુણ ગાશું ગોવિંદના ગુણ ગાશું, રાણાજી, અમે ગોવિંદના ગુણ ગાશું. ચરણામૃતનો નિયમ હમારે, નિત્ય ઊઠી મંદિર જાશું … રાણાજી અમે. રાણોજી રૂઠશે તો રાજ તજાવશે, પ્રભુજી રૂઠે રે મરી જાશું … રાણાજી અમે. વિષના પ્યાલા રાણાજીએ મોકલ્યા, ચરણામૃત કરી લેશું … રાણાજી અમે. બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, ચરણકમળ પર વારી જાશું … રાણાજી અમે.
મીરાબાઈ