ગાયુના ગોવાળીયા જટ ગાયુ લઈને આવજો

પરંપરાગત
ભજનકૃષ્ણ
18
ગાયુના ગોવાળીયા ગાયુના ગોવાળીયા જટ ગાયુ લઈને આવજો, એ ના વાછરુ એ ભાભરે ને વલખા મારે રે , ભરવાળીયા જટ ગાયુ લઈ ને આવજો, ગાયુ ના ગોવાળીયા… ગાયુના દુજાણે નેહળે દીવા રે જબુકતા, એ રે ગાયને ભુખી રે લઈ ને આવુ તો , ભરવારણ મુને મારો ઠાકર ઠપકો આપસે, ગાયુ ના ગોવાળીયા… ગોરલ રે ગાવળીના દુધ અમે ત્રાહળીયુ મા પીધા રે, એના રે વાછરુ ને ભુખ્યા રાખુ તો , ભરવારણ મુને મારો ઠાકર ઠપકો દેસે રે, ગાયુ ના ગોવાળીયા…
પરંપરાગત