બંગલો કોણે રે બનાવ્યો?

પરંપરાગત
ભજન
18
આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ બંગલો કોણે રે બનાવ્યો? લોઢું નથી કાંઈ લાકડું નથી એમાં નથી ખીલા નથી ખીલીઓ મારા ભાઈ ઈંટો નથી કાંઈ ચૂનો રે નથી એમાં નથી સિમેન્ટ નથી રેતી મારા ભાઈ આ રે બંગલામાં દસ દસ દરવાજા નવસો નવાણું એમાં બારી મારા ભાઈ કડિયા-કારીગરની કારીગરી નથી એમાં પાણીની બનાવી હવેલી મારા ભાઈ બંગલો બનાવી માંહી જીવાભાઈ પધરાવ્યા નથી દેવું પડતું ભાડું મારા ભાઈ નટવર શેઠની નોટિસો રે આવી અમારે ચોપડે નથી નામું મારા ભાઈ ઊઠો જીવાભાઈ જમડા રે આવ્યા આ રે બંગલો કરો ખાલી મારા ભાઈ પાછું વાળી શું જુઓ છો જીવાભાઈ ખૂટી ગયાં અન્ન-જળ-પાણી મારા ભાઈ દાસી જીવણ જાઓ ગુરુજીને ચરણે તારશે પ્રેમનગરવાળો મારા ભાઈ આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ બંગલો કોણે રે બનાવ્યો?
પરંપરાગત