અંતરે રહો અડગ
અંતરે રહો અડગ ધ્યેયની ધારણા,
ઝંઝાને ઝૂકું ના, એ જ દે પ્રેરણા!
સત્કાર્યે સદા મારાં મન-બુદ્ધિ સ્થિર હો,
પામવાને પ્રીત તારી ઉર સદા અધીર હો,
રત રહું તવ કાર્યમાં (૨)
છો જગ કરે અવહેલના ! …ઝંઝાને.
આવશે પ્રલોભનો, ચારૂં ના માર્ગને,
ધ્યેયમાં ઢીલો રહું ના, હૈયે રાખું પાર્થને,
જીવી જાઉં જીવન, (૨)
રહે સૃષ્ટિમાં સંભારણા ! …ઝંઝાને.
નૈરાશ્ય આવે ના, નીરસતા ફાવે ના,
કોઈ સમસ્યા ઘેરી, મુજને સતાવે ના,
સદા રહો સાથ પ્રભુ, (૨)
એટલી જપ્રાર્થના ! …ઝંઝાને.