આંખ મારી ઉઘડે

નરસિંહ મહેતા
ભજનરામ
18
આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું ધન્ય મારું જીવન કૃપા એની લેખું. …આંખ૦ રામ કૃષ્ણ રામ કૃષ્ણ રસના ઉચ્ચારે હિરનો આનંદ માટે અંતર આવે. …આંખ૦ રામાયણ ગીતા મારી અંતર આંખો હરીએ દીધી છે મને ઉડવાની પાંખો. …આંખ રામના વિચારો મારે અઢળક નાણું ગાવું મારે નિશ દિન રામાનુંજ ગાણું. …આંખ પ્રભુના ભક્તો મારા સગાને સંબંધી છુંટી ગ્રંથી તુટી મારી માયાની બંધી. …આંખ૦ શુદ્ધ ભક્તિ વધે મારી પૂર્ણિમા જેવી સહુ સંતો આશિષ સદા દેજો એવી. …આંખ૦ જેણે રે શ્રી રામ ચરણ રસ ચાખ્યો એણે રે સંસારને મિથ્યા કરી રાખ્યો. …આંખ૦ એ રસ ધ્રુવ પ્રહલાદે રે ચાખ્યો એ રસ અંબરિષે હૃદિયામાં રાખ્યો. …આંખ૦ આ રસને જાણે છે શુકદેવ જોગી કંઇક જાણે છે પેલો નરસૈયો ભોગી. …આંખ૦ આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું ધન્ય મારું જીવન કૃપા એની લેખું. …આંખ૦
નરસિંહ મહેતા