આજ વૃંદાવન આનંદસાગર

નરસિંહ મહેતા
ભજનકૃષ્ણ
18
આજ વૃંદાવન આનંદસાગર, શામળિયો રંગે રાસ રમે; નટવર-વેશે વેણ વજાડે, ગોપી મન ગોપાળ ગમે. એક એક ગોપી સાથે માધવ, કર ગ્રહી મંડળ માંહે ભમે; તા થૈ તા થૈ તાન મિલાવે, રાગ-રાગણી માંહે ઘૂમે. સોળ કલાનો શશિયર શિર પર,ઉડુગણ સહિત બ્રહ્માંડ ભમે; ધીર સમીરે જમુના તીરે, તનના તાપ ત્રિવિધ શમે. હરખ્યા સુરનર દેવ મુનિજન, પુષ્પવૃષ્ટિ કરે, ચરણ નમે; ભણે નરસૈંયો ધન્ય વ્રજનારી, એને કાજે જે દેહ દમે.
નરસિંહ મહેતા