આજ રે સપનામાં મેંતો નંદનો કુંવર દીઠો જો

પરંપરાગત
ભજનકૃષ્ણ
18
આજ રે સપનામાં મેંતો નંદનો કુંવર દીઠો જો, વાંસલડી વગાડે સાહેલી ! મારા સપનામાં… મોહિની મૂરત જોતાં મનડું મોહ્યું જો, કાળજડું કોરાણું સાહેલી ! મારા સપનામાં…! છેલ રે છોગાળો કામણ એવાં કીધાં જો, તન મનને વારી રે સાહેલી ! મારા સપનામાં… વરમાળા મેં વાલમને પહેરાવી જો, ચૂંદલડી ઓઢી રે સાહેલી ! મારા સપનામાં… પાનેતર મેં પહેર્યું સુંદીર વરનું જો, ચૂડલો રે પહેર્યો રે સાહેલી ! મારા સપનામાં… ટીલડી મેં તો ચોડી વિઠ્ઠલવરની જો, ગોકિળિયું સાસરું શોધ્યું સાહેલી ! મારા સપનામાં.. ચોરીના ફેરા ફરતાં હૈયું હરખે જો, ભવભવનો સાથી રે સાહેલી ! મારા સપનામાં… મનના માન્યા મોહનવરને પરણી જો, કંકુવરણા હાથે સાહેલી ! મારા સપનામાં… ગોપીના કાને પ્રેમનાં બંધન બાંધ્યાં જો, દિલમાં થઇ દિવાળી સાહેલી ! મારા સપનામાં…
પરંપરાગત