આ જોને આહીરને આંગણે

નરસિંહ મહેતા
ભજનકૃષ્ણ
18
આ જોને આહીરને આંગણે, નરહરિ નાચે નિત્યે રે; બ્રહ્માદિકને સ્વપ્ને ન આવે તે હરિ આવે પ્રીત્યે રે. - ઓ જોને. ૧ નાચતો હરિ સુંદર દીસે ઘૂઘરડી વાજે ચરણ રે; ભરૂઆડાનાં ભાગ્ય જ મોટા, શું કીજે ઉત્તમ વરણ રે? - ઓ જોને. ૨ ભક્ત તણા હિત જાણી ભૂધાર અવનિતલ અવધાર ધરે; ધન્ય ધન્ય ગોપી કૃષ્ણ હૂલરાવે, નરસૈંનો સ્વામી પાપ હરે. - ઓ જોને. ૩
નરસિંહ મહેતા